नवीन ज्ञानगेहस्य करणे यत्फलं भवेत् ।
तस्मादष्टगुणपुण्यं जीर्णोद्धारेण जायते ।।
અર્થાત્ એક નવું યુત જ્ઞાનભંડાર બંધાવવા કરતાં પ્રાચીન જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર
કરવાથી આઠ ગણું અર્થાત કરોડો ગણું પુણ્ય થાય છે. અસાર અને અપાર એવા
સંસારમાં ડૂબતાં પોતાના આત્માના ઉદ્વાર માટે પણ સાતક્ષેત્રમાં પાયારૂપ
જિનગૃહ/જૈનાગમરૂપ શાનાભંડારના જીર્ણોદ્ધારરૂપ સુકૃતો કરવાં જોઈએ.
સદાગમ પ્રવૃત્તિ અને સંસ્થા દ્વારા જૈન ગ્રંથો માટે
સદાગમ સંશોધન કેન્દ્ર
ઉદ્દેશો
- હસ્તલિખિત ગ્રંથોને સાચવી, સારસંભાળ લેવી. તેનું દસ્તાવેજીકરણ અને ડિજિટાઈઝેશન કરી લેવું. જર્જરિત થઈ ગયેલી કે ઝાંખી પડી ગયેલી હસ્તપ્રતોનું શ્રેષ્ઠ રીતે આધુનિક પદ્ધતિથી પુન:સંસ્કરણ કરવું.
- કોડાયની ૧૫૦થી વધુ વર્ષોથી ચાલી આવતી કાશી તરીકેની ઓળખ ફરીથી જાળવી, પુનઃપ્રતિષ્ઠિત કરવી.
- સદાગમ જ્ઞાનભંડારમાંના દુર્લભ ગ્રંથોની વિશેષ જાળવણી કરવી, નિયમિત સારસંભાળ લેવી.
- સાધુઓ, વિદ્વાનો, સંશોધકો, જિજ્ઞાસુઓ, રસ ધરાવતા અને આ પ્રકારનાં કાર્યમાં રસ રુચિ હોય તેવા લોકો માટે જ્ઞાનભંડાર ખુલ્લો મૂકી દેવો અને ગ્રંથોની Soft Copy ઉપલબ્ધ કરાવવી.
- કચ્છના અને અન્ય બધાં જ જ્ઞાનભંડારો, પુસ્તકાલયોમાં પણ આ જ રીતે કાર્ય થાય એ હેતુસર સદાગમ પ્રવૃત્તિ સંસ્થા સાથે સાંકળવા જેથી અરસપરસ આદાનપ્રદાન સરળ બને.
- કચ્છના અને દેશના તમામ નાળભંડારોની યાદી તૈયાર કરવી અને સૌ જોઈ શકે, મેળવી શકે એવી વ્યવસ્થા પણ ગોઠવવી.
- સદાગમ પ્રવૃત્તિ સંસ્થા કચ્છના તમામ જ્ઞાનભંડારોને ડિજિટાઇઝેશન અને પુન:સંસ્કરણના કાર્ય માટે સહયોગ, માર્ગદર્શન ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ આપે જેથી સર્વત્ર સૌ માટે સરળ જ્ઞાનતીર્થ સ્થાય.
- આ કેન્દ્ર યુનિવર્સિટીઓ સાથેના સંકલનમાં વર્કશોપ, વ્યાખ્યાનો, પરિસંવાદો અને એ પ્રકારના વિવિધ રસપૂર્ણ કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરી, વિદ્વાળો, સંશોધકોને મંચ પૂરો પાડી તેમના જ્ઞાનથી સહુ પરિચિત અને લાભાન્વિત થાય તથા સમાજમાં જ્ઞાનની પ્રતિષ્ઠા થાય અને એ માટે રુચિ પણ વધે એવી વ્યવસ્યા થશે..
- સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના પ્રારંભથી એટલે કે ૧૯૨૦થી જ મહિલાઓ અને વિધવાઓ માટે પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થયેલ, જે ૧૯૮૦ સુધી કાર્યરત હતું. આ પ્રશિક્ષણ કેન્દ્ર વર્તમાન સમયની પરિસ્થિતિ અને આવશ્યકતાઓ અનુસાર એ જ સ્વરૂપે અથવા જરૂર લાગે તો જુદા સ્વરૂપે પણ પુન: શરૂ કરવામાં આવશે.
- જૈન ધર્મ અને સંબંધિત ક્ષેત્રોમાં વિવિધ દષ્ટિએ સંશોધનકાર્યની ઘણી આવશ્યકતા છે. એ માટે કાયમી ધોરણે સંશોધકો, વિદ્વાનો સાથે ચિંતન ગોષ્ઠિનું આયોજન કરી ઊંડાણ અને વિસ્તારપૂર્વક આ કાર્યને વેગવાન બનાવવા પ્રયત્નો કરવામાં આવશે.
- જૈન ધર્મ વિશેના અભ્યાસક્રમો ચલાવતી યુનિસિટીઓમાં સદાગમ પ્રવૃત્તિ સંસ્યા વિચારનો પણ સમાવેશ કરવામાં આવે એવા પ્રયત્નો કરવામાં આવશે. જેથી સમાજમાં આ વિચાર પ્રત્યક્ષ પ્રવૃત્તિરૂપે પણ વિસ્તરે અને વિકસે.
- યુવકો સંસ્કૃત અને અન્ય ભાષાનાં પુસ્તકો વાંચી, અભ્યાસ કરી શકે એ માટે એનું ભાષાંતર યુવકોને અનુકૂળ માધ્યમ કે સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવું.