Donate

આર્થિક સહયોગ અભિયાન

વિજ્ઞપ્તિ

એક સદીથીચે વધારે સમયથી સદાગમની પ્રવૃત્તિ આધ્યાત્મિક જ્ઞાન, શાશ્વત પરંપરાઓ, દુર્લભ જૈન હસ્તપ્રતોની સંરક્ષક રહી છે. આજે આપણે એવી નિર્ણાયક ક્ષણે ઊભા છીએ જયાં આ વીતેલા સમયમાં સર્જાયેલા અણમોલ વારસાનું રક્ષણ કરવા સાથે વર્તમાન અને ભવિષ્યમાં આ વારસાને આધુનિક સમયને ધ્યાનમાં રાખીને નવી પેઢીને પહોંચાડવાનો છે એટલું જ નહીં, એનું વર્ધન કરતાં રહેવાનું છે. આ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે આપનું આર્થિક યોગદાન મૂલ્યવાન બની રહેશે.

વિવિધ ભવન નિર્માણ સહયોગ

મુખ્ય પ્રવેશદ્વાર – સંકુલના મુખ્ય દાતા

આ એક સુવર્ણ તક છે. સમગ્ર સંકુલ સાથે તેમનું નામ જોડાશે જે આવનારી અનેક પેઢી માટે સ્મરણીય બનશે. સંકુલના મુખ્ય દ્વાર પર આ નામ અંકિત થશે અને સહુ એક ઋણસ્વીકારની ભાવના સાથે ભવનમાં પ્રવેશશે.

અવદંભશાળા (જ્ઞાનપીઠ) સમગ્ર ભોંયતળિયું

સંવત ૧૯૨૮માં સ્થાપિત આત્મજ્ઞાન દ્વારા જીવનસાફલ્યના પણનું દર્શન કરાવતાં. આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પ્રવૃત્તિ સંસ્થાએ જૈન શિક્ષણ આપીને, ગૃહસ્થો અને મહિલાઓ માટે જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં એટલું જ નહીં, એમને આત્મનિર્ભર બનાવવા પુરુષાર્થ કર્યો. તે સમયે આ એક અનોખી ક્રાંતિ હતી. અનેક મહિલાઓ હિંમતપૂર્વક સામાજિક બંધનો તોડી, આગળ આવી, શિક્ષિકા પણ બની. કેટલીક મહિલાઓએ સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લીધો, ખાદી, કાંતણ જેવા રચનાત્મક કાર્યક્રમો પણ અપનાવ્યા. આ શિક્ષણ કેન્દ્રને, મૂળ ધારા જાળવીને, એનો આત્મા સાચવીને આજના સમય અનુસાર જુદું સ્વરૂપ પણ આપવું પડે. આ કાર્યમાં આર્થિક સહયોગ મહિલા સશક્તીકાની દિશામાં એક મહત્ત્વની ઊજળી હેડી રચી શકશે.

સદાગમ સંશોધન કેન્દ્ર – સંપૂર્ણ પ્રથમ માળ

સદાગમ જ્ઞાનભંડારમાં રહેલી દુર્લભ હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરી, તેને આધુનિક અને સરળ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રમાં વર્કશોપ, સેમિનાર અને જ્ઞાનસત્રો યોજાશે. આ આયોજનથી ચુવાપેઢી જૈન વારસામાં ઊંડો રસ લેતી થાય એ દ્રષ્ટિ પણ રહેલી છે. વળી આ કેન્દ્ર જિજ્ઞાસુ જૈનો તેમ જ જૈનેતર બંનેની આવશ્યકતાઓની પૂર્તિ કરશે.

જ્ઞાનભંડાર (સંવત ૧૯૨૯) – હસ્તપ્રતોનું સંરક્ષણ – અલગ એકમ

આ ભંડારમાં ૮મી સદીથી લઈને અતિદુર્લભ જૈન અને સંબંધિત હસ્તપતો જળવાયેલી છે. આ એક અમૂલ્ય ખજાનો છે. ભવિષ્યની પેઢી માટે એની સારસંભાળ લેવી અનિવાર્ય છે.

સાધના કેન્દ્ર (સંવત ૨૦૦૭) – અલગ એકમ

મૌન શિબિર, ધ્યાન, કાયોત્સર્ગ અને એકાગ્ર અભ્યાસ માટે સમર્પિત સ્થાન, આધ્યાત્મિક સાધના અને સંશોધન માટે પૂર્ણ શાંત અને પવિત્ર વાતાવરણ મળી રહેશે.

સદાગમ પુસ્તકાલય – જ્ઞાનમંદિર – અલગ એકમ

આ પુસ્તકાલયમાં હજારો દુર્લભ પુસ્તકોનો સંગ્રહ હશે. ભવિષ્યમાં એક લાખ પુસ્તકો અહીં સંગ્રહી શકાય એ પ્રકારની વ્યવસ્થાનો પણ ઉદ્દેશ છે. કચ્છના વિવિધ જ્ઞાનભંડારોના ડિજિટાઈઝેશનનું પણ અહીં કાર્ય થશે. એથી સદાગમ જૈન સાહિત્ય અને સંશોધન માટેનું અગ્રણી કેન્દ્ર બની રહેશે.

સદાગમ સંગ્રહાલય (મ્યુઝિયમ) દીવાલો અને છત બંને સહિત

૧૫૦ વર્ષોથી વધારે પ્રાચીન દસ્તાવેજો અને અવશેષોની સુવ્યવસ્થિત ગોઠવણી સાથેનું પ્રદર્શન, જેના થકી જૈન સંસ્કૃતિની યાત્રા અને સદાગમનો ક્રમશ: વિકાસ જોઈ, સમજી શકાશે.

રામજી હાઉસ (૧૪૦૦ ચો. ફૂટ) (એક પ્લસ એક) – અલગ એકમ

૫.પૂ. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી તાજેતરમાં જ એક સ્વતંત્ર મકાન પ્રાપ્ત થયેલ છે. તેને સદાગમના વિસ્તરતા પરિસરના કાર્યોના ભાગ તરીકે વિકસાવવામાં આવશે.
पवमं नाणं तओ दया

ડિજિટાઈઝેશન કેન્દ્ર (પ્રથમ માળ)

જૈન આગમ, દુર્લભ પુસ્તકો, હસ્તપ્રતો અને તસવીરો વગેરેનાં ડિજિટાઈઝેશન, સંભાળપૂર્વક માહિતીનાં સંરક્ષણ વગેરે માટે અહીં ઉચ્ચ કક્ષાનાં આધુનિક ઉપકરણો જેવાં કે સ્કેનર, કેમેરા, ટેબ્લેટ વગેરે હશે જેથી માહિતી વૈશ્વિક સ્તરે સરળતાથી પ્રાપ્ત કરી શકાય.

પુન:સંસ્કરણ કેન્દ્ર (રિસ્ટોરેશન વર્કસ્ટેશન)

પ્રાચીન જર્જરિત થઈ ગયેલ, ઝાંખી પડી ગયેલી હસ્તપ્રતોને વૈજ્ઞાનિક રીતે સાચવી, પુનઃસ્થાપન, પુનઃસંસ્કરણ માટેની પ્રયોગશાળાનું નિર્માણ

સંશોધક કેન્દ્ર – પાંચ એકમ – પ્રથમ માળ

વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિદ્વાનો માટે વર્કશોપ, સેમિનાર અને વ્યાખ્યાનમાળાઓનાં આયોજન માટે જ વિશેષપણે નિર્મિત અને વિકસાવેલ સ્થાન.

સદાગમ પ્રવૃત્તિ સંસ્થાનાં વિવિધ વિસ્તૃત પાસાઓ માટે વિકસાવેલ વિશાળ પરિસરનાં સંકલન, મૂળભૂત વ્યવસ્થા કાર્યના સંચાલન સંદર્ભે અવરજવર માટે વાહનોની આવશ્યકતા પણ રહે જ.

પ્રોજેક્ટર અને સાઉન્ડ તથા તદઅનુરૂપ વ્યવસ્થા

ઉચ્ચ ગુણવત્તા સાથેની આધુનિક ઓડીયો-વિઝઝ્યુયલ સુવિધા તૈયાર કરવી જેથી સેમિનાર, વર્કશોપ, વ્યાખ્યાનો વગેરેનું કોઈ વિક્ષેપ વિના આયોજન સહુ માટે સરળ બને.

કેન્દ્રિય ઍર કન્ડિશનિંગ (ભોંયતળિયું અને પ્રથમ માળ)

દુર્લભ હસ્તપ્રતો, દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની સારસંભાળ માટે યોગ્ય અને એકસરખું વાતાવરણ જરૂરી છે. આ વ્યવસ્થાયી એ શક્ય બનશે અને વ્યક્તિની કાર્યક્ષમતા માટે પણ ઉપયોગી બનશે.

સૂર્ય ઊર્જા માટે વ્યવસ્થા પદ્ધતિ

ઊર્જા ઉત્પાદન થકી ઊર્જા સ્વાવલંબન, સંરક્ષણ અને પર્યાવરણશુદ્ધિમાં યોગદાન માટે સોલાર પાવર સિસ્ટમ સ્થાપિત કરવી જેથી ખર્ચમાં પણ બચત થાય.

ફર્નિચર અને ફિસ્ચર (કુલ્લે ૧૦ થી ૧૨ એકમ)

અભ્યાસખંડ, પુસ્તકાલય, સંશોધનકેન્દ્ર અને સભાખંડ-પ્રેક્ષાગાર વગેરેમાં દીર્ઘકાલીન ઉપયોગી ફનિયર સાથેની સજ્જતા.

આધુનિક ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં ઉપકરણો

સદાગમની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી એવાં ડિજિટાઈઝેશન, ઓરલ હિસ્ટરી રેકોર્ડિંગ, રિસ્ટોરેશન, વેબસાઈટ સંચાલન, ડેટાસંગ્રહ વગેરે કાર્યો માટે એ પ્રકારનાં અને અન્ય ઉપયોગી સાધનો વસાવવાં.

જનરેટર

કોઈ પણ કાર્યમાં વીજ વિક્ષેપ ન થાય અને સાતત્ય જળવાય એ હેતુસર વિશ્વસનીય, અવાજ લગભગ શૂન્ય હોય, મજબૂત અને કાર્યક્ષમ એન્જિન અને ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ ધરાવતું સાયલંટ કિર્લોસ્કર જનેટર વસાવવું પણ જરૂરી રહે જ.

પ્રવૃત્તિઓ

જૈન ધર્મનો મૌખિક ઈતિહાસ તૈયાર કરવો

ગચ્છાધિપતિ, ઉપાધ્યાય, સાધુ-સાધ્વીજી, જૈન વિદ્વાનો અને આદર્શ વ્યક્તિઓ સાથે સંવાદ અને જીવનકથાઓનું ધ્વનિમુદ્રણ. જીવંત પ્રકારનું આ જ્ઞાન ભવિષ્ય માટે સંગ્રહિત થશે. વિશાળ ઓડીયો વિઝયુચલ સંગ્રહ તૈયાર કરવામાં આવશે અને એ વિવિધ માધ્યમો પર ઉપલબ્ધ પણ રહેશે.

વેબસાઈટ

સદાગમના આર્કાઈવ (સંગ્રહ), સંશોધન, અને ડિજિટલ સ્રોતો જનસામાન્ય માટે પણ ઉપલબ્ધ રહે એ માટે એક યોક્કસ વેબસાઈટ તૈયાર કરી વિકસાવવામાં આવી રહી છે.

Scroll to Top